વેમ્બલીનો નરાધમ હિમાંશુ મકવાણા બળાત્કાર માટે દોષી સાબિત થયો

વેમ્બલીનો નરાધમ હિમાંશુ મકવાણા બળાત્કાર માટે દોષી સાબિત થયો

વેમ્બલીનો નરાધમ હિમાંશુ મકવાણા બળાત્કાર માટે દોષી સાબિત થયો

Blog Article

નોર્થ વેસ્ટ લંડનના વેમ્બલીના થર્લ્બી રોડ પર રહેતા 42 વર્ષના હિમાંશુ મકવાણાને 12 નવેમ્બરના રોજ હેરો ક્રાઉન કોર્ટે બળાત્કારના બે કેસમાં દોષિત ઠેરવ્યો હતો. બંને ગુનાઓમાં ચાર વર્ષનું અંતર હતું અને તેમાં સ્નેપચેટ દ્વારા કિશોર પીડિતો સાથે વાત કરવાનું પણ સામેલ હતું.

2018માં તે સોશિયલ મીડિયા એપ્લિકેશન દ્વારા મળેલી 18 વર્ષની એક છોકરીને ખાલી ઓફિસ બ્લોકમાં લઈ ગયો હતો અને એકવાર બિલ્ડિંગની અંદર લઇ જઇ તેના પર બળાત્કાર કર્યો હતો. તે પછી એપ્રિલ 2023માં મકવાણાએ પોતાનું નામ સમીર હોવાનું જણાવી બીજી પીડિતાનો સ્નેપચેટ પર સંપર્ક કર્યો હતો. તે કિશોરી તે જ વર્ષે 16 વર્ષની થઇ હતી.

મકવાણાએ પીડિતાની શાળાની નજીકની શેરીમાં કાર પાર્ક કરી તેણીને કારમાં લૉક કરી દીધી હતી. પછી મકવાણાએ પીડિતાને દારૂ પીવડાવી, ખાલી કોમર્શિયલ બિલ્ડિંગમાં લઈ જઈ તેના પર બળાત્કાર કર્યો હતો. બીજા પીડિતાએ ફરિયાદ નોંધાવ્યાના એક દિવસ પછી ગયા વર્ષે 27 નવેમ્બરે તેની ધરપકડ કરવામાં આવી હતી.

ડીએનએ નમૂનાના વિશ્લેષણમાં તેને 2019માં પ્રથમ પીડિતા સામેના ગુના માટે શંકાસ્પદ તરીકે ઓળખવામાં આવ્યો હતો. મકવાણાને આ જ કોર્ટમાં આવતા વર્ષે 17 જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવશે.

તપાસનું નેતૃત્વ કરનાર ડિટેક્ટીવ કોન્સ્ટેબલ લુઈસ જેલીએ કહ્યું હતું કે “મકવાણાએ યુવાન છોકરીઓને શિકાર બનાવવા માટે સોશિયલ મીડિયા પર એક યુવક તરીકે સ્વાંગ રચ્યો હતો. હું બે બહાદુર યુવતીઓનો આભાર માનવા માંગુ છું કે જેમણે આગળ આવી અને અમને ગુનાની જાણ કરી હતી.”

 

Report this page